ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી ગુપ્ત માહિતીના આધારે અત્યાર સુધીની સૌથી મોટી ગેરકાયદે હથિયાર સિંડિકેટની પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીની ટીમે આંતરરાજ્ય સ્તરે સક્રિય શાશ્ત્રોંની હેરાફેરી કરતા મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસની સઘન ડ્રાઇવ દરમિયાન માત્ર ૯ દિવસના ટૂંકા ગાળામાં કુલ ૨૦ જેટલા કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમની પાસેથી કુલ ૩૮ જેટલા અત્યંત ખતરનાક ગેરકાયદે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આખી ઘાતક સિન્ડિકેટ મધ્યપ્રદેશના એક શખ્સ દ્વારા મુખ્યરૂપે ચલાવવામાં આવતી હતી. આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર સકીલ મન્સૂરી હોવાનું સામે આવ્યું છે, જે મધ્યપ્રદેશમાંથી અતિ સસ્તા ભાવે ગેરકાયદે હથિયારો ખરીદીને ગુજરાતમાં ઘૂસાડતો હતો. સકીલ મન્સૂરી આ હથિયારો સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં એજન્ટો મારફતે ગ્રાહકો સુધી પહોંચાડતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.આ સિન્ડિકેટ માત્ર એક કે બે નહીં પરંતુ સૌરાષ્ટÙના અંદાજે ૫ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં હથિયારો સપ્લાય કર્યા હોવાનું પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે. મુખ્યત્વે રાજકોટ અને જામનગર તેમજ અમરેલી જિલ્લામાં આ હથિયારો મોટા પાયે વેચવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ ગેરકાયદે હથિયારો પહોંચાડવામાં આવ્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે.પીસીબી દ્વારા પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરીને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ હથિયારો કયા અસામાજિક તત્વોને અથવા ગેંગસ્ટરોને વેચવામાં આવ્યા હતા તે અંગે પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. આગામી સમયમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે.






































