દામનગર ખાતે પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયમાં પ્રથમ વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મીટીંગનો મુખ્ય ઉદેશ દીકરીઓના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ અંગે વાલીઓ સાથે ચર્ચા કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન દીકરીઓના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટે વિવિધ બાબતો ઉપર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. વાલીઓએ પણ પોતાના સુચનો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. આ અવસરે ખોડલધામના સ્થાપક નરેશભાઈ પટેલના ૬૧મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયુ હતુ. કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા અને કુલ ૬૧ બોટલ રક્ત એકત્રિત થયુ હતુ. આયોજકો દ્વારા જણાવાયુ કે સમાજ સેવા અને માનવતાના હિત માટે આવા કાર્યક્રમો આગળ પણ યોજાતા રહેશે.