અમરેલી સ્થિત ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે એક ભવ્ય કલા-સાહિત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત બી.એન. વિરાણી માધ્યમિક કન્યા શાળા, લેઉવા પટેલ ટ્રસ્ટ માધ્યમિક કન્યા શાળા અને એ.બી. પાંચાણી ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં નિબંધ લેખન, રંગોળી, વકૃત્વ, ચિત્રકલા, જેવી વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.