વટવા વિસ્તારમાંથી ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરીને તેને વિવિધ રાજ્યોમાં ફેરવી અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાના ચકચારી કેસમાં અમદાવાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ પોક્સો કોર્ટે મુખ્ય આરોપી કિશન મોહનભાઈ ચૌહાણ, તેના કાકા અજીતકુમાર રામબડાઈ પ્રસાદ અને કાકાના મિત્ર જ્ઞાનદેવ બનારસી માંઝીને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. સાથે જ પીડિતાને રૂ. ૫ લાખનું વળતર ચૂકવવા લીગલ સર્વિસીસ ઓથોરિટીને આદેશ કર્યો છે.ફરિયાદની હકીકત મુજબ ૨૩ માર્ચ, ૨૦૨૨ના રોજ વટવા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષ અને ૭ મહિનાની સગીરા શાળાએથી અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવાર દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે મૂળ બિહારનો વતની અને વટવામાં રહેતો કિશન ચૌહાણ સગીરાને લલચાવી-ફોસલાવી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ભગાડી ગયો હતો.આરોપી કિશન પીડિતાને પોલીસથી બચવા માટે કર્ણાટક, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને અંતે બિહાર સહિતના વિવિધ રાજ્યોમાં લઈ ગયો હતો. આ દરમિયાન તેણે અલગ-અલગ સ્થળોએ સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. સતત દુષ્કર્મના કારણે સગીરા ગર્ભવતી બની હતી અને બિહારના મેરવા વિસ્તારની સરકારી હોસ્પિટલમાં તેણે બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં પીડિતાના પરિવારજનોએ બિહાર પહોંચી સગીરાને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે મુખ્ય આરોપી કિશનને પોલીસથી બચાવવામાં તેના કાકા અજીતકુમાર પ્રસાદ અને તેના મિત્ર જ્ઞાનદેવ માંઝીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બંનેએ આરોપીને આર્થિક સહાય પૂરી પાડી હતી તેમજ સતત પોલીસથી બચવા માર્ગદર્શન આપ્યું હતું.આ કેસ દરમિયાન સરકારી વકીલ કમલેશ જૈન અને દિલીપસિંહ ઠાકોરે ૧૯ મહત્વના સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓના આધારે કોર્ટ સમક્ષ ગુનો સાબિત કર્યો હતો. સરકારી પક્ષે દલીલ કરી હતી કે આવા ગંભીર ગુનાઓમાં કડક સજા જરૂરી છે જેથી સમાજમાં દાખલો બેસે અને ગુનેગારોમાં કાયદાનો ડર ઉભો થાય. સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ અÂસ્મકાબેન ભૂપેન્દ્રકુમાર ભટ્ટની કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને ત્રણેય આરોપીઓને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. જાકે કેસનો મુખ્ય આરોપી કિશન ચૌહાણ હાલમાં ફરાર હોવાનું પણ નોંધાયું છે. સાથે જ પીડિતાના પુનર્વસન માટે રૂ. ૫ લાખનું વળતર ચૂકવવાનો મહત્વપૂર્ણ આદેશ કર્યો હતો.
આ




































