ખાપટ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યાના મામલે વિવાદ વધુ ઘેરાયો છે. ઘટનાના પડઘા વચ્ચે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને કોંગ્રેસના આગેવાનો ઉના પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમણે પીઆઈ મોરીને આવેદનપત્ર આપી રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા તેમજ સમગ્ર ઘટનામાં પોલીસની ભૂમિકાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી હતી. પોલીસ મથક બહાર કોંગ્રેસ કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. શિક્ષકને સસ્પેન્ડ કરાયા બાદ પણ લોકોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.










































