અમરેલીમાં એક વેપારીને ઢીકાપાટુ મારી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે કિશનભાઇ અશોકભાઇ રામાણી (ઉ.વ.૩૦)એ યશભાઇ નકુમ તથા અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ કામના તેઓ તથા તેમના મિત્રો ગત રાત્રીના લાઠી રોડ ઉપર આવેલ વર્ધમાન કિક્રેટ બોક્ષમાં કિક્રેટ રમવા ગયા હતા. તે સમયે યશભાઈ નકુમ કિક્રેટ બોક્ષની દેખરેખ રાખનાર દાદાને ગાળો આપતો હતો. જેથી તેમણે ગાળો આપવાની ના પાડતા ચારેય આરોપીઓ ઉશ્કેરાઇ જઇ તેમને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી માથાના ભાગે ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી.વી.સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.