જાફરાબાદમાં યુવક સાથે ઝપાઝપી કરી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. પ્રકાશભાઈ બાબુભાઈ શિયાળ (ઉ.વ.૩૫)એ જીગ્નેશભાઇ જશાભાઇ રાઠોડ, જયદિપભાઇ જશાભાઇ રાઠોડ તથા જશાભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ તેમના મિત્રો સાથે જાફરાબાદ લાઇટ હાઉસ ખાતે બેઠા હતા ત્યારે આરોપી જીગ્નેશભાઈ રાઠોડનો ફોન તેમના મિત્રમાં આવ્યો હતો અને કહ્યું હતું કે તમે અહીં કોલોનીના પાછળના ગેઇટના પાનના ગલ્લા પાસે આવો. જેથી તેઓ અને તેમના મિત્રો ત્યાં પહોંચ્યા ત્યારે આરોપીઓએ તેમને તથા સાહેદને ગાળો આપી હતી. તેમજ આવેશમાં આવી હુમલો કર્યો હતો.ઉપરાંત ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.







































