જાફરાબાદ તાલુકાના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં જાફરાબાદ તાલુકા પંચાયતની ટીમ, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. પ્રતિનિધિમંડળ દ્વારા તાલુકાના વિકાસકાર્યો, રસ્તા, પાણી, શિક્ષણ અને અન્ય લોકહિતના પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆતો કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપશે તેવી ખાતરી આપી હતી. તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરૂએ જણાવ્યુ કે મુખ્યમંત્રીએ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો અને વિકાસના કામોને ગતિ આપવા આશ્વાસન આપ્યુ હતું.







































