અમરેલી ખાતે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ “સમર્પણ” નામે ભવ્ય રીતે યોજાયો હતો. રવિવારે ગજેરાપરા પટેલ વાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ ભરતભાઈ સુતરિયા, ડો. રતિદાદા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.લા. અશ્વિનભાઈ કોડિયા દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કલબના ગયા વર્ષની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સામાજિક, આરોગ્યલક્ષી અને જનકલ્યાણના કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.શપથગ્રહણ અધિકારીનો પરિચય લા. પ્રા. એમ. એમ. પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો. લા. કમલેશભાઈ શાહે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના લાયન વર્ષ ૨૦૨૬-૨૭ના નવા વરાયેલ પદાધિકારીઓમાં પ્રમુખ લાયન નરોત્તમભાઈ સાકરીયા, સેક્રેટરી લા. દિનેશભાઇ સોરઠિયા, ટ્રેઝરર લા. વિનોદભાઈ આદ્રોજા તેમજ કેબિનેટના સભ્યોને આગવી શૈલીમાં હોદ્દાના શપથ લેવડાવી તેમની જવાબદારીઓથી વાકેફ કરાવેલ હતાં. લાયન વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન થયેલ ક્લબની વિશિષ્ટ કામગીરીમાં સહયોગ આપવા બદલ સુદર્શન નેત્રાલયના કિર્તીભાઈ ભટ્ટ, ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના પ્રમુખ બાબુભાઇ ધામત, ઉપપ્રમુખ મનસુખભાઇ ગાંગડિયા, મંત્રી બટુકભાઈ સોળીયા, ભૂરખીયા હનુમાનજી ટ્રસ્ટના હરજીભાઇ નારોલા તેમજ સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલાના મહંત નારાયણ સાહેબ વતી વિશાલભાઈ વ્યાસનું સવિશેષ સન્માન કરવામાં આવેલ હતું.સમારોહના માનવંતા મહેમાનોમાં પૂર્વ ડિસ્ટ્રીકટ ગવર્નર વસંતભાઈ મોવલીયા, કોકીલાબેન કાકડીયા, જયંતીભાઈ પાનસુરીયા, દિપકભાઈ માલાણી, મુકેશભાઈ સંઘાણી, શરદભાઈ ધાનાણી, જીતુભાઈ ડેર, દહરજીભાઈ નારોલા, મહેશભાઈ મહેતા, સુરેશભાઈ દેસાઈ, દિનેશભાઈ ભુવા, કૌશિકભાઈ હપાણી, બી. એસ. કોઠીયા, ડા. પી. પી. પંચાલ, પરેશભાઈ કાનપરિયા, કાંતિભાઈ વઘાસીયા, કિશોરભાઈ જાની, જતીનભાઈ સુખડિયા, હંસરાજભાઈ સાકરીયા, રાકેશભાઈ નાકરાણી, જીગ્નેશભાઈ સાવલિયા તેમજ પરિતાબેન ભેસાણિયા, અતુલભાઇ પડસાલા, અશ્વિનભાઈ ધોરાજીયા,રમેશભાઈ ધાનાણી, લા.મહેશભાઇ દવે, લા. અજયભાઇ ટાંક, સુરેશભાઈ શેખવા, બાબુભાઇ ધામત વિગેરેએ લાયન્સ પરિવારની નિસ્વાર્થ સેવા પરાયણ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ગાયત્રી સંસ્કારધામ, ચલાલાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય સંત ડા. રતિદાદા મહેતાનું સન્માનપત્ર અર્પણ કરી સવિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.આભારદર્શન સેક્રેટરી દિનેશભાઈ સોરઠિયા અને સભા સંચાલન લા. શરદભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે લા. રમેશભાઈ ગોલ, લા. સાહસ ઉપાધ્યાય, લા. પરેશભાઈ આચાર્ય, લા.ભુપતભાઈ ભુવા, લા. મહેશભાઈ પટેલ, લા. નરેશભાઈ જોગાણી, લા. નીતિનભાઈ રાજપરા, લા.રાજેશભાઈ માંગરોળીયા, લા.ડો. પ્રદીપભાઈ ધડુક, લા.ડો. વિરલભાઈ ગોયણી, લા.રમેશભાઈ ગોલ, લા. રિધેશભાઈ નાકરાણી, લા.કિશોરભાઈ શિરોયા, લા.અશ્વિનભાઈ સંપટ, લા. ભગવાનભાઈ કાબરીયા, લા.બિમલભાઈ રામદેવપુત્રા,લા. મનોજભાઈ કાનાણી, લા. રમેશભાઈ કાથરોટીયા, લા.કૌશલભાઈ દવે, ભદ્રેશસિંહ પરમાર, લા. અશોકભાઈ ઝાલા, લા. ભાર્ગવભાઇ ભંડેરી, લા.કૌશિકભાઈ ટાંક, લા. નિલેશભાઈ દેસાઈ, લા. નિલેશભાઈ ધોળકિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.








































