પ્રાચીન હિંદુ સંસ્કૃતિમાં આધ્યાત્મિકતા અને ઉત્સવનો મહિમા રહેલો છે. ભારતના જે ઉત્સવો અને આધ્યાત્મિક પર્વો પાછળ વૈજ્ઞાનિક,સામાજિક, સાંસ્કૃતિક અને રચનાત્મક દ્રષ્ટિકોણ રહેલો હોય છે. રથયાત્રાએ જીવનયાત્રા છે. સંસારની બધી જ ગતિવિધિઓ ધર્મ અને સમાજ સાથે જોડાયેલી છે. કૃષ્ણ વાસુદેવાય નમઃ આ
પૃથ્વી પર દેવોના આશીર્વાદ રહ્યા છે. માનવ જીવનના મૂલ્યો અને આદર્શોને ચરિતાર્થ કરવા માટે રથયાત્રા સામાજિક સમરસતા અને પારિવારિક અનુબંધોને આકાર આપવાનું કાર્ય કરે છે. ભગવાન જગન્નાથની રથયાત્રાએ હિંદુ ધર્મનો એક મુખ્ય અને પૌરાણિક ઉત્સવ છે. આ યાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે ઉજવાય છે. ઓડિશાના જગન્નાથપુરીમાં આ યાત્રા સદીઓથી યોજાઈ છે, જ્યારે અમદાવાદમાં ઈ.સ. ૧૮૭૮માં મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી. રથયાત્રાનો મુખ્ય ઇતિહાસ અને તેની પરંપરા નીચે મુજબ છે પુરીની રથયાત્રા (મૂળ ઇતિહાસ) ઓડિશાના પુરી ખાતે આવેલું જગન્નાથ મંદિર ખૂબ જ પ્રાચીન છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા લાકડાના ભવ્ય રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ભક્તોને દર્શન આપવા સ્વયં સામે ચાલીને તેમની પાસે જાય છે. આ રથયાત્રાપુરીના મુખ્ય મંદિરથી શરૂ થઈને ગુંડિચા મંદિર સુધી જાય છે. શરૂઆતના સમયમાં આ યાત્રા બળદગાડામાં કાઢવામાં આવતી હતી. વર્ષોથી આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ભક્તોને આશીર્વાદ આપે છે.ત્રણ રથના નામ આ યાત્રામાં ભગવાન જગન્નાથનો રથ ‘‘નંદીઘોષ’’, ભાઈ બલરામનો રથ ‘‘તાલ’’ અને બહેન સુભદ્રાનો રથ ‘‘દર્પદલન’’ નામે ઓળખાય છે.
ભગવાન જગન્નાથ જમાલપુર મંદિરથી રથયાત્રા દ્વારા અનેક માનવ મહેરામણની સાથે નગરયાત્રામાં નીકળે છે ત્યારે નગરજનો ભગવાનના દર્શનનો લ્હાવો લે છે. ભારતએ આસ્થાનું અને શ્રધ્ધાનું કેન્દ્ર છે. જીવ છે તો શિવ છે ઈશ્વર છે તો આ પૃથ્વી છે આધ્યાત્મિકતા છે તો માનવતા છે આ બધા આધ્યાત્મિક પર્વો માનવને માનવ બનવાની કેળવણી પ્રદાન કરે છે સરસપુરમાં જે મામેરુ ભરાઈ છે અને સમગ્ર વિસ્તારના લોકો જમે છે તેની પાછળનું મુખ્ય હેતુ સમાજના વિવિધ જ્ઞાતિબંધુઓમાં સામાજિક કેળવાય તે ઉદ્દેશ રહેલો છે. મામેરુ એ ભાઈ અને બહેનના આત્મીયતાનું સંભારણું છે.
અમદાવાદની નગરયાત્રા સર્વ સમાજના લોકોના હિતાર્થે નીકળે છે. ભગવાન જગન્નાથ સર્વજીવોના કલ્યાણ માટે આશીર્વાદ પ્રદાન કરે છે સર્વજન સુખાય.. સર્વજન હિતાય.. આ
ભાવાર્થને રથયાત્રા ચરિતાર્થ કરે છે. દ્વારકાનો નાથ જ્યારે નગરયાત્રા ઉપર નીકળતો હોય ત્યારે પ્રજા તેના દર્શનાર્થે ભાવવિભોર બને છે. પ્રસાદમાં પણ કઠોળ અને સાત્વિક પ્રસાદ આપવામાં આવે છે. જય રણછોડ માખણ ચોર, છોડમાં રણછોડ આ પૃથ્વી પર કૃષ્ણ સાક્ષાત ભગવાન છે. રથયાત્રાનું મૂલ્ય જગન્નાથપુરીમાં છે એટલું જ અમદાવાદનું પણ રહેલું છે. સૌ મારા વાચક વર્ગને રથયાત્રાની શુભકામનાઓ આપનો જીવનરથ નિરંતર પ્રગતિના પંથે ચાલ્યા જ કરે ભાવી પેઢી ઉન્નત અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધનવાળી બંને તેવી શુભકામનાઓ પાઠવું છું. જય રણછોડ જય રણછોડ
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨









































