લાઠી તાલુકાના જરખીયા ગામની બહેન-દીકરીઓનું “સખી વૃન્દ” સ્નેહમિલન તા.૧૦/૦૭/૨૦૨૬ ને શુક્રવારે ગઢપુર રોડ પર આવેલા રામવાડી પાર્ટી પ્લોટમાં બપોરે ૩થી ૯ વાગ્યા દરમિયાન યોજાયેલ. આ કાર્યક્રમમાં ૬૦૦ જેટલી બહેનો, દીકરીઓ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ દરમિયાન ગામડાઓને જીવંત રાખવા, સામાજિક એકતા મજબૂત બનાવવા, પરંપરાઓને જાળવવા અને સમાજમાં સુખ-શાંતિ તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌને આહ્વાન કરવામાં આવ્યું.સંસ્કૃતિ, વારસો અને વિરાસતોને જીવંત રાખવા, નવી પેઢીને તેના સંસ્કારો સાથે જોડવા અને ગામ સાથેનો લાગણીભર્યો સંબંધ વધુ મજબૂત બનાવવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો. રસોઇના દાતા જરખીયાના વતની મનુભાઇ ગોબરભાઇ કાકડીયા હતા. રામવાડી પાર્ટી પ્લોટના માલિક રામભાઇ ધડુકે આ કાર્યક્રમ માટે નિઃશુલ્ક સગવડ આપેલ, આ તકે તેમનું સન્માન કરવામાં આવેલ. વર્ષો પછી ગામની બહેન-દીકરીઓ એક જ છત નીચે ભેગી થઈ ત્યારે બાળપણની અસંખ્ય યાદો ફરી તાજી થઈ હતી. સ્નેહમિલનમાં ઉપસ્થિત દીકરીઓ તરફથી ગામમાં ચાલી રહેલ કુતરાઓ માટેની ‘રામ રોટી’ માં રૂ. ૪૧૫૭૦ અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેખા કાકડિયા, નેહા કાકડીયા, સેજલ સભાયા અને રસિલાબેન બરવાળિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.