દામનગરમાં ખેતીવાડીમાં ભારે નુકસાન જતાં એક ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતકના ભાઈ નાનજીભાઈ ઉકાભાઈ નારોલા (ઉ.વ. ૫૭) એ પોલીસમાં જાહેર કર્યા મુજબ, ખોડાભાઈ ઉકાભાઈ નારોલા (ઉ.વ. ૬૦) ને ખેતીમાં મોટું નુકસાન થતાં તેઓ માનસિક તણાવમાં આવી ગયા હતા. આથી મનમાં લાગી આવતા તેમણે ધ્રુફણીયા રોડ પર આવેલી પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. આ અંગે દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. આર. સાંખટ વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































