સાવરકુંડલા શહેરમાં સતત વરસાદને કારણે શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેનાથી વેપારીઓને મુશ્કેલી પડી રહી હતી. આ સમસ્યા અંગે શાક માર્કેટ વેપારી મંડળે રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં લઈને નગરપાલિકાની ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. વેપારીઓની સુવિધા જળવાઈ રહે અને બજારની કામગીરીને અસર ન થાય તે હેતુથી નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ રાત્રિના સ્થળ પર પહોંચ્યા હતા. શાક માર્કેટ વેપારી મંડળના પ્રતિનિધિઓની હાજરીમાં સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરાયું હતું. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કચરા અને ગાદને દૂર કરીને ડ્રેનેજ વ્યવસ્થા સુધારવાની કામગીરી રાત્રે એક વાગ્યા સુધી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની આ ત્વરિત કામગીરીને વેપારીઓએ આવકારી હતી અને સમયસર કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.