બાબરામાં ખાતે ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલના જન્મ દિવસ નિમિત્તે બાબરા શહેર અને તાલુકા ખોડલધામ સમિતિના સયુંકત ઉપક્રમે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સમાજના લોકો તેમજ વી એલ ગેલાણી વિધાલયના સ્ટાફ તેમજ સ્થાનિક યુવક મંડળ તેમજ અન્ય સેવાકીય સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય બાવકુભાઈ ઉધાડ, મહેશભાઇ ભાયાણી, ડો કેયુર કોટડીયા, બીપીનભાઈ રાદડિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ કરકર, પ્રમુખ રમેશભાઈ પરવાડિયા, યગ્નેશભાઈ શુક્લ,ભરતભાઇ રંગપરા,
નીલેશભાઈ શીયાણી, જગદીશભાઈ નાકરાણી, કાળુભાઇ ગેલાણી, લોહાણા સમાજના પ્રમુખ તેજાભાઈ કારીયા, વેલનાથ પ્રગતિ મંડળના અગ્રણી સુરેશભાઈ ધાખડા,ખોડલભાઈ મકવાણા, મુકેશભાઈ પીપવળા, દિનેશભાઇ ડાભી, કિશનભાઈ શેલિયા, રણમલભાઈ કોઠીવાળ,ભરતભાઇ રાદડિયા, મગનભાઈ કોઠીયા, અશોકભાઈ રાખોલીયા, મનસુખભાઈ પાંભર, ભાવેશભાઈ કાસોદરિયા, મયુરભાઈ રાવલ,ચન્દ્રકાંત દેસાઈ, વાંડળીયાના સરપંચ લલિતભાઈ વેકરિયા, વેપારી અગ્રણી અશ્વિનભાઈ ટાઢાણી, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી રક્તદાન કરી કાર્યક્રમ ને પ્રોત્સાહન પૂરું પાડ્‌યું હતું
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બાબરા શહેર ખોડલધામ સમિતિના પ્રમુખ ધર્મેશ વાવડીયા તેમજ તાલુકા ખોડલધામ સમિતિના પ્રમુખ શંભુલાલ પાંચાણીના માર્ગદર્શન હેઠળ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.