બાબરા તાલુકાના નીલવડા ગામે રૂ. ૧.૯૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી માધ્યમિક શાળાના ભવનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન થયું હતું. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધા મળી રહે તે હેતુથી આ શૈક્ષણિક માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગામડાંઓ સુધી પાયાની સુવિધાઓનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. નવી શાળાના નિર્માણથી નીલવડા અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે દૂર જવું નહીં પડે અને તેમને સુરક્ષિત વાતાવરણ મળશે.આ કાર્યક્રમમાં જિલ્લા-તાલુકા પંચાયતના હોદ્દેદારો, સરપંચ, સ્થાનિક આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





































