રાજુલામાં કેફી પીણું પીને પેસેન્જર રિક્ષા ચલાવતો ચાલક ઝડપાયો હતો. નાસીરભાઇ સુલ્તાનભાઇ સાલેડા (ઉ.વ. ૩૮) પાસ પરમિટ વિના કેફી પીણું પીધેલી હાલતમાં પોતાના હવાલાની પેસેન્જર રિક્ષા ચલાવતો ઝડપાયો હતો. જિલ્લામાંથી ૭ ઇસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા. વિક્ટર ડુંગર રોડ કુંભારીયા ટી-પોઇન્ટ તથા ટીંબા ગામેથી એક-એક લીટર મળી કુલ બે લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.








































