પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધને લઈ પત્નીએ સમજાવવા જતાં પતિએ ધોલ-ઝાપટ મારી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સાથે જ પિતા પાસેથી રૂ. ૫ લાખ લઈ આવવા પત્ની પર દબાણ કરવામાં આવ્યું હતું. આ અંગે હાલ વિક્ટર ગામે રહેતાં પૂજાબેન ચેતનભાઇ નિમાવત (ઉ.વ. ૩૨)એ ભાવનગરમાં રહેતા પતિ ચેતનભાઈ ભૂપતભાઈ નિમાવત સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, તા. ૨૯/૦૫/૨૦૨૫ના રોજથી તેમના પતિને ભાવનગરની એક મહિલા સાથે પ્રેમ સંબંધ (અફેર) હતો અને તેઓ તેની સાથે રહેવા માંગતા હતા. આ બાબતે પૂજાબેન અવારનવાર પતિને સમજાવવા જતાં, પતિને તે ગમતું નહોતું અને તેમને અસહ્ય હેરાન-પરેશાન કરી જેમ ફાવે તેમ ગાળો આપતો હતો. તેમજ શરીરે અવારનવાર ઢીકાપાટુ તથા ધોલ-ઝાપટોનો મૂઢમાર મારી, કરિયાવર તેમજ ઘરકામ બાબતે મેણા-ટોણા મારતો હતો. ઉપરાંત, પિતા પાસેથી પાંચ લાખ રૂપિયા લઈ આવવાની માંગણી કરી હતી અને તે રૂપિયા ન લાવી શકતાં શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.બી. ઝીંઝાળા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.