ગુજરાત હાઈકોર્ટે આજે, મંગળવારે ૨૦૦૮ના અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો. હાઈકોર્ટે ૩૮ આતંકવાદીઓને મૃત્યુદંડની સજા અને ૧૧ આતંકવાદીઓને આજીવન કેદની સજા યથાવત રાખી છે. હાઈકોર્ટે શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં ૫૬ મૃતકોના પરિવારોને ૧૦ લાખ રૂપિયા અને ૨૦૦ થી વધુ ઘાયલોને ૧ લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે. કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી ૩૮ આતંકીઓની ફાંસીની સજા અને ૧૧ દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા યથાવત્ રાખવાનો આદેશ આપ્યો હતો. જે બાદ આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો. જેને ધ્યાને રાખી ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદાના અમલ પર ૩ મહિનાનો સ્ટે આપ્યો છે. જેથી હવે ૩ મહિના સુધીના સમયગાળા દરમિયાન આરોપીઓ હાઈકોર્ટે આપેલી સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકશે.
એ યાદ રહે કે ૨૬ જુલાઈ, ૨૦૦૮ ના રોજ, અમદાવાદમાં માત્ર ૭૦ મિનિટના સમયગાળામાં એક પછી એક ૨૧ વિસ્ફોટ થયા. આ શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં ૫૬ લોકોએ જીવ ગુમાવ્યા. હુમલાખોરોએ નરોડા, બાપુ નગર, સરખેજ અને હાટકેશ્વર જેવા ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. હોÂસ્પટલો, બસો, જાહેર સ્થળો અને બજારોમાં બોમ્બ મૂકવામાં આવ્યા હતા.
બોમ્બ સાયકલ પરના ટિફિન બોક્સમાં છુપાવવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની સિટી બસ સેવાને નિશાન બનાવીને અનેક વિસ્ફોટ કરવામાં આવ્યા હતા, જેમાં બસો નાશ પામી હતી. શરૂઆતના વિસ્ફોટોના લગભગ ૪૦ મિનિટ પછી, બે અલગ અલગ હોÂસ્પટલોના પરિસરમાં બે વિસ્ફોટ થયા. શરૂઆતના વિસ્ફોટોના પીડિતોને દાખલ કરવામાં આવી રહ્યા હતા ત્યારે એક વિસ્ફોટ થયો.
૨૦૨૨ માં, કેસના ૧૪ વર્ષ પછી, સેશન્સ કોર્ટે ૩૮ આતંકવાદીઓને મૃત્યુદંડ અને ૧૧ને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે આ કેસને દુર્લભ ગણાવ્યો હતો અને મૃત્યુદંડ યોગ્ય ગણાવ્યો હતો. તેણે માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારોને વળતર આપવાનો પણ આદેશ આપ્યો હતો. આ પહેલી વાર છે જ્યારે કોઈ કોર્ટે ૩૮ આરોપીઓને કોઈ કેસમાં દોષિત ઠેરવ્યા છે અને તેમને મૃત્યુદંડની સજા ફટકારી છે. ત્યારબાદ, બધા દોષિતોએ નીચલી અદાલતના નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. રાજ્ય સરકારે પણ ફાંસીની સજામાં ફેરફાર કરવા માટે હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી. કાયદા મુજબ, કોઈપણ ગુનેગારને ફાંસીની સજા માટે હાઈકોર્ટની મંજૂરી જરૂરી છે. તેથી, સજા પામેલા દોષિતોએ નીચલી અદાલતના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
જે આરોપીઓને ફાંસીની સજાના આપવામાં આવી છે તેમાં જાહિદ ઉર્ફે જાવેદ કુતુબુદ્દીન શેખ,ઇમરાન ઇબ્રાહિમ શેખ,ઇકબાલ ઉર્ફે ઇકરાર કાસમ શેખ,શમ્સુદ્દીન ઉર્ફે શમ્સુ શહાબુદ્દીન શેખ,ગ્યાસુદ્દીન ઉર્ફે ગ્યાસુ અબ્દુલસલીમ અન્સારી,મોહમ્મદ આરિફ મોહમ્મદ ઇકબાલ કાગઝી,મોહમ્મદ ઉસ્માન ઉર્ફે ઉસ્માન મોહમ્મદ અનીસ અગરબત્તીવાળા,યુનુસ મોહમ્મદભાઈ મન્સૂરી,કમરુદ્દીન ઉર્ફે રાજા ઉર્ફે અબ્દુલ્લા ચાંદમોહમ્મદ નગોરી,આમિલ પરવેઝ ઉર્ફે સિકંદર કાજી સૈફુદ્દીન શેખ,શિબલી ઉર્ફે સાબિત અબ્દુલ કરીમ,સફદરહુસૈન ઉર્ફે હુસૈનભાઈ ઉર્ફે ઇકબાલભાઈ જહીરુદ્દીન ઉર્ફે જહરુલહસન નગોરી,હાફિઝહુસૈન ઉર્ફે અદનાન ઉર્ફે તમીમ તાજુદ્દીન,મોહમ્મદ સાજિદ ઉર્ફે સલીમ ઉર્ફે સજ્જાદ ઉર્ફે સાદ ગુલામ ખ્વાજા મન્સૂરી,અબુબસર ઉર્ફે મુફ્ત ઉર્ફે અબ્દુલ રશીદ ઉર્ફે અબ્દુલ્લા અબુબકર શેખ,અબ્બાસ ઉમર સામેજા,જાવેદ અહેમદ સાદિર અહેમદ શેખ (સૈયદ),મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે અબ્દુલ રાજિક ઉર્ફે મુસાફ ઉર્ફે ફુરકાન મોહમ્મદ ઇશાક મન્સૂરી,અફઝલ ઉર્ફે અફસર ઉર્ફે રાજા ઉર્ફે અજિત સિંહ ઉર્ફે સંજય પાંડે ઉર્ફે ઉસ્માની મુતલિબ ઉસ્માની,મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ બદર ઉર્ફે લાદાન બદરૂદ્દીન શેખ ઉર્ફે જુમ્મન શેખ,આસિફ ઉર્ફે હસન બશીરુદ્દીન શેખ,મોહમ્મદ આરિફ નસીમ અહેમદ મિર્ઝા,કયામુદ્દીન ઉર્ફે મૂસા ઉર્ફે અશફાક ઉર્ફે અબ્દુલ કાદિર ઉર્ફે રિઝવાન ઉર્ફે સમીર સરફુદ્દીન કાપડિયા,મોહમ્મદ સૈફ ઉર્ફે રાહુલ શર્મા ઉર્ફે કેરીસેવા સદાબ અહેમદ શેખ,ઝીશાન અહેમદ એહસાનઅહેમદ શેખ,જિયાઉર રહેમાન ઉર્ફે મોન્ટુ અબ્દુલ રહેમાન મુÂસ્લમ,મોહમ્મદ શકીલ ઉર્ફે શકીલ યામીનખાન લુહાર,મોહમ્મદ અકબર ઇસ્માઇલ ચૌધરી ઉર્ફે સઈદ,ફઝલ-એ-રહેમાન ઉર્ફે સલાઉદ્દીન ઉર્ફે રફીક મુસદ્દિકખાન દુરાની,અહેમદબાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવી,સરફુદ્દીન ઉર્ફે શરીફ એટ સૈનુદ્દીન ઉર્ફે અબ્દુલસત્તાર ઉર્ફે સલીમ,સૈફ-ઉર-રહેમાન ઉર્ફે સૈફુ ઉર્ફે સૈફ અબ્દુલરહેમાન અન્સારી,સાદુલી ઉર્ફે હારિસ અબ્દુલકરીમ મુસ્લિમ,મોહમ્મદ તનવીર ઉર્ફે તલ્હા મોહમ્મદ અખ્તર પઠાણ,આમીન ઉર્ફે રાજા અયુદ નાઝિર શેખ,મોહમ્મદ મોબીન ઉર્ફે મુબીન ઉર્ફે ઇરફાન અબ્દુલ શકુરખાન,મોહમ્મદ રફીક ઉર્ફે જાવિદ ઉર્ફે આલમઝેબ અફ્રિદી મસ્કુર અહેમદ,તૌસીફખાન
ઉર્ફે અતીક સગીર અહેમદખાન પઠાણનો સમાવેશ થાય છે
ગુજરાત હાઇકોર્ટના ઈતિહાસમાં સીરીયલ બ્લાસ્ટ કેસની સુનાવણી રોજેરોજ (ડે ટુ ડે બેઝીઝ પર) લગભગ દોઢ વર્ષ સુધી ચાલી હતી, આટલો લાંબો સમય ડે ટુ ડે બેઝીઝ પર કોઈ કેસની સુનાવણી ચાલી હોય તેવો આ પ્રથમ કેસ છે. એટલું જ નહીં, આ કેસ બહુ જ સંવેદનશીલ હોઈ હાઇકોર્ટે તેના લાઇવ સ્ટ્રીમીંગ પર પણ પ્રતિબંધ ફરમાવ્યો હતો, જે પણ એક નોંધનીય બાબત આ કેસમાં હતી. વર્ષ ૨૦૦૮માં અમદાવાદના ચકચારભર્યા સીરીયલ બ્લાસ્ટ કેસમાં સ્પેશ્યલ ડેઝીગ્નેટેડ કોર્ટ દ્વારા તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ ૩૮ આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, જયારે ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ખૂબ જ મહત્વના આ કેસમાં ફાંસીની સજા પામનાર ૩૮ આરોપીઓની દેહાંત દંડની સજા થથાવત્ રાખવા માટે રાજય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કન્ફર્મેશન કેસની અપીલ દાખલ કરાઈ છે. હાઈકોર્ટ ૩૮ આરોપીઓની દેહાંત દંડની સજા કાયમ ના કરે ત્યાં સુધી તેઓને ફાંસી આપી શકાય નહી, તેથી સરકારે કન્ફર્મેશન (ફાંસીની સજા યથાવત્ રાખવા) માટે માંગ કરી છે.
આ કેસમાં ૪૯ આરોપીઓ હોઈ તેમના બચાવ માટે ૧૦૦થી વધુ વકીલો, જેમાં બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત જજ, મદ્રાસ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ સહિતના કાયદાકીય નિષ્ણાતો, સિનિયર કાઉન્સેલ અને એડવોકેટો સહિત ૧૦૦થી વધુ વકીલોની ફોજ મેદાનમાં ઉતરી હતી, જે પણ આ કેસમાં એક ઐતિહાસિક ઘટના બની રહી હતી. સુપ્રીમ કોર્ટે ઝડપી કેસ ચલાવવાનું કહેતા
૧,૨૩૭ સાક્ષીઓ પડતા મુકાયા બ્લાસ્ટ કેસમાં કુલ ૭૭ આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જેમાં તપાસનીશ એજન્સી દ્વારા કુલ ૨,૪૦૦ જેટલા સાક્ષીઓ ચાર્જશીટમાં દર્શાવ્યા હતા.
આ કેસની સંવેદનશીલતાને જÂસ્ટસ અલ્પેશ વાય. કોગજે અને સમીર જે. દવેની ખંડપીઠે ગયા વર્ષે તા.૪-૩-૨૦૨૫ના રોજ મહ¥વના આ કેસની ઝડપી અને અસરકારક સુનાવણી હાથ ધરવાના આશયથી આ મેટર ‘પાર્ટ હર્ડ’ (કેસની આખરી સુનાવણી ના થાય ત્યાં સુધી આ ખંડપીઠ સમક્ષ સુનાવણી નિર્ધારિત) કરી દીધી હતી અને કન્ફર્મેશન કેસની સુનાવણી રોજેરોજ હાથ ધરવાનું જાહેર કર્યુ હતું. ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સિરીયલ બ્લાસ્ટ કેસની સુનાવણી રોજેરોજ દોઢ વર્ષ સુધી ચાલી હતી. આટલો લાંબો સમય ડે ટુ ડે બેઝીસ પર કોઈ કેસની સુનાવણી ચાલી હોય તેવો આ પ્રથમ કેસ છે. એટલું જ નહીં, આ કેસ બહુ જ સંવેદનશીલ હોઈ હાઇ કોર્ટે તેના લાઈવ સ્ટ્રીમિંગ પર પણ પ્રતિબંધ ફરમાવ્યો હતો.







































