જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અંદાજે આઠ ઇંચ જેટલો ભારે વરસાદ વરસતા રૂપેણ નદીમાં ભારે પુર આવ્યું હતું. નદીનું પાણી ગામના અનેક ઘરો અને દુકાનોમાં ઘુસી જતા લોકોની ઘરવખરી
તેમજ વેપારીઓના માલસામાનને નુકશાન થયુ હતુ. ગઈકાલ બપોરથી શરૂ થયેલા વરસાદ બાદ સવારે નદીમાં પુર આવ્યો હતો અને બપોર પછી ફરી પાણીનો પ્રવાહ વધી જતા સ્થિતિ વધુ ગંભીર બની હતી. ગામને જોડતા બે પુલ ઉપરથી પાણી પસાર થતા વાહન વ્યવહાર બંધ જેવો બન્યો હતો. માત્ર હાઈવેના પુલ પરથી અવર જવર ચાલુ રહી હતી. ગામમાં ત્રણ જગ્યાએ વીજ પોલ પડી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.