અમરેલી શહેર મંડળ દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રશિક્ષણ દરમિયાન વક્તાઓએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સંગઠનની કાર્યપધ્ધતિ, પંચનિષ્ઠા, અંત્યોદયના સિધ્ધાંત તેમજ સેવા અને સમર્પણની ભાવના અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું કે આવા પ્રશિક્ષણ વર્ગોથી કાર્યકર્તાઓમાં વૈચારિક સ્પષ્ટતા, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને જનસેવા માટેની પ્રતિબધ્ધતા વધુ મજબૂત બને છે. સંગઠનને વધુ સશક્ત બનાવી રાષ્ટ્રહિતને સર્વોપરી રાખી સમાજના અંતિમ વ્યક્તિ સુધી વિકાસ અને સુશાસનનો લાભ પહોંચાડવાના સંકલ્પ સાથે કાર્ય કરવા માટે કાર્યકર્તાઓને પ્રેરણા આપવામાં આવી હતી.









































