ગુજરાત સરકારના “ઓપરેશન મ્યુલ હન્ટ-૨.૦” અંતર્ગત અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા લિસ્ટડ આરોપી શંકરભાઇ સોમાભાઇ ચૌધરી (પટેલ) (ઉ.વ. ૩૮, રહે. ભાજણા, બનાસકાંઠા)ને ધાનેરા ખાતેથી ઝડપી લીધો છે.આરોપીએ પોતાના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટ્સ ખોલાવીને સાયબર માફિયાઓને ભાડે આપ્યા હતા. જેમાં ICICI બેંકના એકાઉન્ટ દ્વારા સાયબર છેતરપિંડીના નાણાકીય વ્યવહારો કરીને તેણે આર્થિક લાભ મેળવ્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવણી ખુલતા જ તે ફરાર થઈ ગયો હતો, જેથી તપાસ અધિકારીએ કોર્ટમાંથી તેનું વોરંટ પણ મેળવ્યું હતું.હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે પેરોલ ટીમે રાત્રિ દરમિયાન ઓપરેશન હાથ ધર્યુ હતુ.









































