અમરેલી ખાતે આવેલી ભોજલરામ શરાફી સહકારી મંડળીના સભાસદ ચિરાગભાઈ અરવિંદભાઈ આકોલીયાના આકસ્મિક અવસાન બાદ મંડળી દ્વારા તેમના વારસદારને રૂ. ૨.૫૦ લાખની સહાયરૂપ રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી વસંતભાઈ મોવલિયા, મંડળીના ચેરમેન ગોરધનભાઈ ગેડિયા તથા ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ સુરેશભાઈ દેસાઈ, નગરપાલીકા પ્રમુખ પ્રતિનિધી સંદીપભાઈ માંગરોળીયા,ગુણવંતભાઈ ભંડેરી,ભુપતભાઈ સાવલીયા, દલસુખભાઈ ભેસાણીયા, પરેશભાઈ પોકળ,રજુભાઈ સુરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી










































