અમેરિકન વિદેશ સચિવ માર્કો રુબિયોએ શનિવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તેમણે ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના મજબૂત સંબંધો પર ભાર મૂક્યો અને ભારત-અમેરિકન સંબંધોને “ઉત્તમ“ ગણાવ્યા. વોશિંગ્ટન, ડી.સી.માં વાત કરતા, રુબિયોએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિની મુલાકાતની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે વર્ષના અંત પહેલા ભારતની યાત્રા કરવાની આશા રાખે છે. રુબિયોએ કહ્યું કે ટ્રમ્પના પીએમ મોદી સાથે ખૂબ સારા સંબંધો છે.
રુબિયોએ કહ્યું, “અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ, અને અમને આશા છે કે રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાત લેશે. મને લાગે છે કે તે એક મહાન બાબત છે. ભારત યુનાઇટેડ સ્ટેટ્સનો ખૂબ જ નજીકનો ભાગીદાર અને સાથી છે, અને વડા પ્રધાન મોદી અને રાષ્ટÙપતિ ટ્રમ્પ વચ્ચેના સંબંધો આનાથી વધુ સારા ન હોઈ શકે; મને લાગે છે કે બંને દેશો વચ્ચેની રાજદ્વારી સમજૂતીમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
રુબિયોના મતે, જા ટ્રમ્પની ભારત મુલાકાત થાય છે, તો તે ફેબ્રુઆરી ૨૦૨૦ પછી અને ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળ માટે વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી ટ્રમ્પની પ્રથમ ભારતની મુલાકાત હશે. એ નોંધવું જાઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી છેલ્લે ફ્રાન્સના એવિયનમાં ય્૭ સમિટ દરમિયાન મળ્યા હતા, જે ૧૬ મહિનામાં તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની પ્રસ્તાવિત મુલાકાત એવા સમયે આવી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો ચાલી રહી છે, જે પૂર્ણ થવાના આરે છે. તેમણે કહ્યું, “મને લાગે છે કે બધું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. તે ખૂબ જ મજબૂત છે. ય્૭ માં વડા પ્રધાન અને રાષ્ટ્રપતિની ખૂબ જ સારી બેઠક થઈ. અમે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની આશા રાખીએ છીએ. અમે તેને પૂર્ણ કરવાની ખૂબ નજીક છીએ, અને તે ખૂબ જ સકારાત્મક છે.”
ઊર્જા સહયોગ અંગે, રુબિયોએ કહ્યું કે ભારત અને અમેરિકા પુરવઠો વધારવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે અને નિર્દેશ કર્યો કે ભારત એવા થોડા દેશોમાંનો એક છે જેની પાસે ભારે ક્રૂડ ઓઇલ રિફાઇન કરવાની ક્ષમતા છે.








































