ધોરાજી તાલુકાના ભૂતવડ ગામે એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગામના જ ૨૩ વર્ષીય યુવાન સમીર પૂનાભાઈએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાએ ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો એક્ટની કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ધોરાજી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા આ ગુનાના કામે જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. દુષ્કર્મની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.










































