અમરેલી પોલીસ દ્વારા ધારી કોર્ટના કેસોમાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા બે સગા ભાઈઓ, અમિતભાઈ વિનોદભાઈ માધવાણી (૪૧ વર્ષ) અને કાર્તિકભાઈ વિનોદભાઈ માધવાણી (૪૭ વર્ષ)ને ૧૧/૦૬/૨૦૨૬ના રોજ નવસારી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓ વિરૂદ્ધ ધારી કોર્ટમાં ‘ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ’ની કલમ ૧૩૮ હેઠળના કેસો પેન્ડિંગ હતા. પોલીસે બંનેને પકડી આગળની કાર્યવાહી માટે ધારી પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે.










































