અમરેલી તાલુકાના જાળિયા ગામના વતની, પૂર્વ સરપંચ તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ સ્વ. નાનજીભાઈ સી. નાકરાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આગામી ૧૫ જૂનના રોજ જાળિયા પ્રાથમિક શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ કરવાનો સેવાકીય કાર્યક્રમ યોજાશે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, શાળાના બાળકોને તેમની કક્ષાને અનુરૂપ ચોપડા, નોટબુક, સ્કેચપન, મીણિયા રંગ, માપપટ્ટી, કંપાસના સાધનો, દેશી હિસાબ, રંગપૂરણી બુક અને બિસ્કિટ જેવી જરૂરી વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. સ્વ. એન. સી. નાકરાણી એક ગાંધીવાદી વિચારસરણી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા વ્યક્તિ હતા. તેમની પ્રથમ સ્મૃતિવંદનાના આ અવસરે યોજાનાર શૈક્ષણિક
પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓને લાભ મળશે.