બાબરામાં રહેતા અને મૂળ જામનગરના જામજોધપુરના વતની યોગેશકુમાર પ્રવિણભાઇ ગાગીયા (ઉં.વ.૨૪)એ ચાવંડમાં રહેતા કાનજીભાઇ જગાભાઇ ડેર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ ફરિયાદીને રૂબરૂમાં તથા તેમની કંપનીના લીગલ એડવાઇઝર એમ.એ. મેમણને ફોન ઉપર પોતાની ઓળખ તાલુકા પંચાયતની સીટના સભ્ય તરીકે આપી હતી.તેમની કંપની ‘પ્રોજેક્ટ ટ્‌વેલ્વ રિન્યુએબલ પાવર પ્રાઇવેટ લીમીટેડ’નો પવનચક્કીના પ્રોજેક્ટ અંગેનું કામ ચાવંડ ગામે શરૂ હતું. તે કામ આરોપી દ્વારા રોકાવીને, કંપનીના મજૂરોની ગેરકાયદે અટકાયત કરવામાં આવી હતી. આરોપીએ “રૂ.૧૦,૦૦,૦૦૦ નહીં આપો તો કામ શરૂ નહીં થવા દઈએ” તેવી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ, આરોપીએ ફરિયાદી તથા સાહેદ પાસે ખંડણી પેટે રૂપિયા દસ લાખની માંગણી કરી હતી.