કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ૧૨થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન જનકલ્યાણ શિબિરો યોજાશે. આ શિબિરોનો મુખ્ય હેતુ નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો છે.આ અંતર્ગત ૧૨ જૂનના રોજ હિરાણા પ્રાથમિક શાળા ખાતે, ૧૬ જૂનના રોજ કેરાળા પ્રાથમિક શાળા ખાતે અને ૧૯ જૂનના રોજ ઠાંસા પ્રાથમિક શાળા ખાતે સવારે ૧૦ઃ૦૦ વાગ્યાથી શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરોમાં આસપાસના વિવિધ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો જોડાઈ શકશે. મામલતદારે તાલુકાના તમામ લોકોને આ શિબિરોનો લાભ લેવા અનુરોધ કર્યો છે.