પર્યાવરણ પરત્વે જનજાગૃતિ વધે અને પ્રકૃતિ થકી સમગ્ર જીવસૃષ્ટિનું સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુસર ધોરાજી નાગરિક બેન્ક દ્વારા એક પ્રશંસનીય પ્રકૃતિલક્ષી આયોજન કરવામાં આવ્યું હતું. બેન્કના ડિરેક્ટર અને સરકારી વકીલ કાર્તિકેય પારેખ તથા બેન્કના અન્ય ઉત્સાહી કર્મચારીઓએ સાથે મળીને બેન્ક પરિસરમાં ઉત્સાહભેર
વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પર્યાવરણના જતન માટે પ્રેરિત કરવાનો અને હરિયાળી વધારવાનો હતો.