સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો RTIમાં થયો છે. અરજદાર પ્રિયંક પાંધીની માહિતી મુજબ, પાલિકાએ સદભાવના
વૃધ્ધાશ્રમના સહયોગથી ૨૦૧૦ વૃક્ષો ટ્રી ગાર્ડ સાથે રોપવા પાછળ રૂ.૨૪,૭૦,૧૪૬/- નો તોતિંગ ખર્ચ કર્યો હતો. આટલા મોટા ખર્ચ પછી વર્તમાનમાં કેટલા વૃક્ષો જીવતા છે કે મોંઘા ટ્રી ગાર્ડ ક્યાં ગયા, તેનો કોઈ જ સત્તાવાર રેકોર્ડ પાલિકા પાસે નથી. કાપેલા વૃક્ષોના બદલામાં નિયમ મુજબ બમણા
વૃક્ષો ક્યાં રોપાયા તેની કોઈ વિગત તંત્ર પાસે ઉપલબ્ધ ન હોવાથી માત્ર કાગળ પર જ જંગલો ઊભા કરી પ્રજાના ટેક્સના નાણાં વેડફાયા હોય તેમ લાગે છે.
આ શંકાસ્પદ વહીવટ સામે ભાવનગર પ્રાદેશિક કમિશનર સમક્ષ અપીલ દાખલ કરાઈ છે.