ખાંભાના રાયડી ગામના વેપારી સાથે લોનના બહાને મુંબઈના એક શખ્સે ઠગાઈ કરીને રૂ. ૧,૮૪,૦૦૦ની છેતરપિંડી આચરી હતી. આ અંગે જીગ્નેશભાઇ ઉર્ફે જીગો વેણીભાઇ બોરીસાગરે મુંબઈમાં રહેતા આમીર અયુબભાઇ કાચી સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ તેમને ટાટા કેપિટલમાંથી દસ લાખ સુધીની લોન અપાવવાની લાલચ આપી હતી. તેણે અલગ-અલગ તારીખ અને સમયે ફરિયાદી પાસેથી પ્રથમ રૂ. ૧,૩૪,૦૦૦ તેમજ અન્ય રૂ. ૫૦,૦૦૦ મુસ્કાન આમીન કાચી નામની મહિલાના ક્યૂઆર કોડ દ્વારા મેળવ્યા હતા. આમ, કુલ રૂ. ૧,૮૪,૦૦૦ કપટપૂર્વક મેળવી બદદાનતથી છેતરપિંડી આચરી હતી










































