અમરેલી શહેરમાંથી કૌટુંબિક વિવાદ અને માનસિક તણાવને કારણે એક યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રિસામણે ગયેલી પત્નીને ઘરે પાછી લાવવાની પિતાએ ના પાડી ટૂંક સમયમાં છૂટાછેડા કરાવી દેવાની વાત કરતાં યુવકે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. અમરેલીમાં રહેતા અરમાનભાઈ મુનાફભાઈ કાજી નામના યુવકના પત્ની કોઈ કારણોસર રિસામણે પિયર ગયા હતા. અરમાનભાઈ પોતાની પત્નીને સમજાવીને પરત ઘરે લાવવા ઈચ્છતા હતા, પરંતુ તેમના પિતા મુનાફભાઈએ વહુને પાછી લાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
પિતાએ પત્નીને લાવવાની ના પાડવાની સાથે-સાથે અરમાનભાઈને થોડા સમયમાં જ પત્ની સાથે છૂટાછેડા કરાવી દેવાનું દબાણ કર્યું હતું. આ બાબતે પિતાએ પુત્ર અરમાનભાઈને સખત ઠપકો આપી ખીજાવા લાગ્યા હતા. જેથી તેને લાગી આવતા તેમણે પોતાના ઘરે રાખેલો વંદા મારવાનો ઝેરી સ્પ્રે પી લીધો હતો.
અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન વી લંગાળીયા વધુ તપાસ કરી રહ્યા છે.