આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જાડાયેલા ઘણા સાંસદો પંજાબ ભાજપ પ્રદેશ પ્રમુખ કેવલ સિંહ ઢિલ્લોનના ઉદ્ઘાટન સમારોહમાં ગેરહાજર રહ્યા. તાજેતરમાં, આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જાડાયેલા છ રાજ્યસભા સાંસદો ગેરહાજર રહ્યા. આ છ રાજ્યસભા સાંસદોમાંથી ચાર આ મહત્વપૂર્ણ કાર્યક્રમથી દૂર રહ્યા. તેમની ગેરહાજરીએ પાર્ટીની અંદર રાજકીય ગતિશીલતા અને નવા નેતૃત્વ વિશે અનેક ચર્ચાઓ જગાવી છે. રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, રાજિન્દર ગુપ્તા અને હરભજન સિંહ એવા સાંસદોમાં સામેલ હતા જેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પણ આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા.છ સાંસદોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા જેમાં રાઘવ ચઢ્ઢા,સંદીપ પાઠક,રાજિન્દર ગુપ્તા,હરભજન સિંહ,વિક્રમજીત સિંહ સાહની,અશોક મિત્તલ છે
જાકે, કેપ્ટન અમરિન્દર સિંહના પત્ની અને ભૂતપૂર્વ મંત્રી પ્રણીત કૌર આ કાર્યક્રમમાં હાજર હતા. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે સાથે મળીને કામ કરવાનું આહ્વાન કર્યું હતું. નોંધનીય છે કે જ્યારે ધિલ્લોનને ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે કેપ્ટન અમરિન્દર સિંહે સ્પષ્ટપણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જાકે, રાજ્યસભાના ચાર સભ્યોની ગેરહાજરી ધ્યાન ખેંચે છે. સૂત્રો કહે છે કે તેઓ અગાઉના વ્યસ્તતાને કારણે કાર્યક્રમમાં હાજરી આપી શક્યાં ન હતા, પરંતુ ભાજપનો કોઈ અધિકારી આ બાબતે ખુલ્લેઆમ બોલવા તૈયાર નહોતો.
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ છ સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાકે, ચંદીગઢમાં ભાજપ રાજ્ય મુખ્યાલયમાં ફક્ત વિક્રમજીત સિંહ સાહની અને અશોક મિત્તલ જ હાજર હતા. જ્યારે ધિલ્લોને ઔપચારિક રીતે પદ સંભાળ્યું, ત્યારે તેમને સ્ટેજ પર મુખ્ય સ્થાન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હાજરી આપનારાઓમાં ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ સુનીલ જાખડ, ભૂતપૂર્વ મંત્રીઓ મનપ્રીત સિંહ બાદલ અને રાણા ગુરમીત સિંહ સોઢી અને ભૂતપૂર્વ ધારાસભ્ય ફતેહ જંગ બાજવા હતા. નોંધનીય છે કે આ બધા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાડાયા હતા. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, ભાજપના રાષ્ટષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાન સિંહ, ભાજપના ભૂતપૂર્વ પંજાબ પ્રમુખ અશ્વની શર્મા અને વિજય સાંપલા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.







































