નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર. ગળચરની બાતમીના આધારે પોલીસે સરાહનીય કામગીરી કરી છે. સ્ટાફે નાગેશ્રી પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુના હેઠળ નોંધાયેલા એક અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કાર્યવાહી દરમિયાન દેલવાડાના અલ્હાજ દાદુભાઇ મન્સુરી અને જાફરાબાદના શાબીરપીયા સાહિદભાઈ સરવૈયાને ચોરીની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજિસ્ટ્રેશન નંબર ય્ત્ન-૦૩-૨૦૬૩, કિંમત રૂપિયા ૩,૫૦૦) સાથે દબોચી લેવાયા હતા. નાગેશ્રી પોલીસ ટીમ દ્વારા પકડાયેલા બંને આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






































