અમરેલીમાંથી પોલીસે તીનપત્તીનો જુગાર રમતા ૩ ઇસમોને રોકડા રૂપિયા અને મુદ્દામાલ મળી કુલ રૂ. ૧.૨૮ લાખની મતા સાથે ઝડપી પાડ્યા હતા. કિશનભાઇ જગદીશભાઇ સિંધવ, આદિત્યભાઇ અમીતભાઇ વડેરા તથા ગોપાલભાઇ મનીષભાઇ સિંધવ જાહેરમાં ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. ૬,૦૮૦ અને અલગ-અલગ કંપનીના ૪ નંગ મોબાઇલ મળી કુલ રૂ. ૧,૨૮,૦૮૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિશન ભુપતભાઇ આસોદરીયા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.










































