સાવરકુંડલાના સતનામ આશ્રમ ખાતે તાલુકા અને શહેરના નવનિયુક્ત આગેવાનોનો સન્માન સમારોહ યોજાયો હતો. રામજીવનદાસ સાહેબના સાનિધ્યમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.આ પ્રસંગે તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ દક્ષાબેન મુકેશભાઈ મહીડા, નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ નયનાબેન અતુલભાઈ કાપડિયા, યુવા દંડક અરવિંદભાઈ મેવાડા, તેમજ નવનિયુક્ત નગરસેવકો નિતીનભાઈ હેલૈયા અને હેતલબેન જીતુભાઈ વાઘેલાનું સન્માન કરવામાં આવ્યું હતું. આશ્રમ પરિવારે તેમને શાલ અને ફૂલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા.









































