અમરેલીના ચક્કરગઢ રોડ તેમજ લીલીયા રોડ પર પાણા ખાણ વાળા રસ્તે આવેલી અલગ-અલગ વાડીઓને તસ્કરોએ નિશાન બનાવી સબમર્સિબલ મોટરના કોપર વાયરની ચોરી કરી હતી. બનાવ અંગે રતિભાઈ ફુલાભાઈ દેવાણી (ઉ.વ.૪૮) એ અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તસ્કરોએ વાડીના કૂવામાં મૂકેલી સબમર્સિબલ મોટરની સાથે બહાર રાખવામાં આવેલો કુલ ૩૭૫ ફૂટ કોપર વાયર, જેની અંદાજિત કિંમત રૂ. ૩૭,૫૦૦ થાય છે, તેની ચોરી કરી નાસી છૂટ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી પી ખાટરીયા વધુ તપાસ કરી રહ્યા છે.









































