બાબરામાં આંચકીની બીમારીથી યુવકનું મોત થયું હતું. આ અંગે બીપીનભાઈ અરવિંદભાઈ પરમાર (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, ધર્મેશભાઈ અરવિંદભાઈ પરમાર (ઉ.વ.૩૩)ને આંચકીની બીમારી હતી. આંચકી આવતા બેભાન થઈ જતાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શિવાભાઈ કે મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.










































