અમરેલી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએથી છ લોકો પાસેથી દેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં બાબરાના કોટડાપીઠા ગામેથી એક મહિલા પાસેથી ૧૩ લીટર દેશી દારૂ પકડાયો હતો. આ સિવાય અન્ય એક મહિલા સહિત પાંચ લોકો પાસેથી ૧૭ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત, જિલ્લામાંથી ૧૧ લોકો વગર પાસ-પરમિટો કેફી પ્રવાહી પીધેલી (નશાની) હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.