સાવરકુંડલાના બાયપાસ રોડ પર આવેલા અમૃત સરોવરમાં નહવા પડેલા ૧૮ વર્ષીય શ્રમિક યુવાન અશ્વિન કનુભાઈ કારડીયાનું ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ દુર્ઘટના બાદ પોલીસ અને ૧૦૮ની ટીમે યુવાનને હોસ્પિટલ ખસેડ્‌યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતા શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. કરોડોના ખર્ચે વિકસી રહેલા આ સરોવર પર સુરક્ષા માટે કોઈ ચોકીદાર કે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી હોવા છતાં તંત્ર નિષ્ક્રિય હોવાથી, હવે તાત્કાલિક સુરક્ષા સજ્જડ કરવા લોકમાંગ ઉઠી છે.