મેવાસાથી વાંશીયાળી ગામ વચ્ચે વાડી વિસ્તારમાંથી પોલીસે ૫ પત્તાપ્રેમીને રોકડા રૂ. ૩૧,૫૦૦
સાથે ઝડપી પાડ્‌યા હતા. લખુભાઇ વિક્રમભાઇ સાંગડ, મનુભાઇ બચુભાઇ ખુમાણ, ખોડુભાઇ હરસુરભાઇ સાંઢસુર, મધુભાઇ બચુભાઇ સાંઢસુર તથા હનુભાઇ બાપુભાઇ ખુમાણ, મેવાસાથી વાંશીયાળી ગામ વચ્ચે વાડી વિસ્તારમાં નરેશભાઇ મૈત્રા (પિયાવા વાળા)ની વાડીની બાજુમાં અડીને આવેલી નદીના ખુલ્લા પટમાં જાહેરમાં ગેરકાયદે જુગાર રમતાં રોકડા રૂ. ૩૧,૫૦૦ સાથે ઝડપાયા હતા. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એમ.
વિંઝુડા વધુ તપાસ કરી રહ્યા છે.