ઉનાળાની શરૂઆત થાય એટલે બજારમાં કેરી, લીચી, તરબૂચ અને શક્કર ટેટી જેવાં ફળો જોવા મળે છે. પણ આ બધાની વચ્ચે એક એવું ફળ પણ છે જેને બહુ ઓછા લોકો ઓળખે છે. એ છે ખીરની, જેને ઘણા વિસ્તારોમાં રાયણ નામે પણ ઓળખવામાં આવે છે. આ ફળ સામાન્ય રીતે એપ્રિલથી જૂન વચ્ચે જ બજારમાં જોવા મળે છે, એટલે તેની સીઝન બહુ નાની હોય છે.
રાયણ વૃક્ષને શુભ મનાતુ હોવાથી શુભ પ્રસંગે ગુજરાતી પરિવારો તેના ઘરના ઉંબરે રાયણની ડાળી બાંધે છે.રાયણનું વૃક્ષ જમીનમાંથી સૌથી વધારે પોષકતત્વો લેતુ હોવાથી તેના ફળમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ હોય છે. છાંયડો આપતુ ઘટાદાર આ
વૃક્ષ તેમજ કોઠાના વૃક્ષો શહેરમાંથી લુપ્ત થઈ રહ્યા છે. ઉનાળાની સીઝનમાં આવતું આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીમડાની લીંબોળી જેવું દેખાતું આ ફળ કેટલાય પ્રકારના મલ્ટીવિટામિન અને એન્ટી ઓક્સિડેંટ્‌સથી ભરપૂર હોય છે.
તેના ઠળીયામાંથી તેલ કાઢવામાં આવે છે. તો વળી તેના લાકડાના પણ અઢળક ફાયદા છે. રાયણ નામનું આ ફળ સીતાફળ જેવું હોય છે. તે કેન્સર અને આંચકીમાં કારગર સાબિત થાય છે. આ ફળ મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અનેક જગ્યાએ વગડામાં જોવા મળે છે. તેના ઝાડ રાજસ્થાનમાં પણ જોવા મળે છે.
રાયણ ફળના મુખ્ય ફાયદાઃ
• રાયણ ખાવાથી ઈમ્યૂનિટી મજબૂત બને છે રાયણની તાસીર ઠંડી હોવાથી તે શરીરને આંતરિક ઠંડક પ્રદાન કરે છે. આ ફળ કેટલીય બીમારીઓથી બચાવે છે. રાયણમાં વિટામિન સીની વધારે માત્રા હોય છે અને ચહેરા પર તેનાથી ચમક આવે છે. બોડી ફ્રી રેડિકલના કારણે થતાં નુકસાનથી બચાવે છે. રાયણના પાનનો ઉપયોગ મુખ પરના કાળા ડાઘ મટાડવા માટે દૂધ સાથે વાટીને કરી શકાય છે
• રાયણ દાંત માટે લાભદાયી માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને અન્ય મિનરલ્સ હોય છે, જે દાંત અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પરંપરાગત માન્યતા પ્રમાણે, તેના સેવનથી મસૂડા પણ મજબૂત થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં તેને દાંતની તંદુરસ્તી માટે ઉત્તમ ફળ માનવામાં આવે છે.
• ઉનાળામાં શરીર ઝડપથી થાકી જાય છે. આવી સ્થિતિમાં રાયણ કુદરતી સુગર અને પોષક તત્વો હોવાને કારણે શરીરને ઊર્જા પૂરી પાડે છે. તેને ખાવાથી તાજગી અનુભવાય છે.
• રાયણમાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ છે. મર્યાદિત માત્રામાં ખાવાથી પેટ હલકું રહે છે અને કબજિયાત જેવી સમસ્યામાં રાહત મળે છે. આ ફળ ચીકણું હોય છે અને ઝાડા (ઙ્ઘૈટ્ઠિરિીટ્ઠ) બંધ કરવામાં મદદ કરે છે. આ ફળમાં વિટામિન અને એન્ટીઆૅકિસડન્ટ તત્વો પણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.આ ફળ કેન્સર અને આંચકી જેવી ગંભીર બીમારીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધારીને રક્ષણ આપે છે.
ખાસ નોંધઃ રાયણનું ફળ પચવામાં ભારે હોય છે, તેથી તેનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું હિતાવહ છે
કેવી રીતે ખાવું રાયણ?ઃ રાયણ પાકી જાય પછી સીધી ખાઈ શકાય છે. તેનો સ્વાદ મીઠો અને હળવો મલાઈદાર હોય છે. કેટલાક લોકો તેને ઠંડા કરીને પણ ખાવા પસંદ કરે છે. તેનું શેક અથવા દેશી મીઠાઈઓમાં પણ ઉપયોગ થાય છે. રાયણ આખું વર્ષ સરળતાથી મળતું નથી, એટલે તેને સીઝન આવે એટલે લોકો બજારમાં શોધવા લાગી જાય છે. સ્વાદ, મર્યાદિત ઉપલબ્ધિ અને આરોગ્યલક્ષી ગુણધર્મોને કારણે આ ફળ ખાસ માનવામાં આવે છે.
નોધઃ-આ આર્ટિકલમાં આપેલી સલાહ સામાન્ય જાણકારી માટે છે, કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટર્સનો સંપર્ક કરવો)