બગસરામાં હુડકો વિસ્તારમાં આવેલ વેલનાથબાપાના મંદિરે મારામારીની ઘટના બની હતી. ભાવેશભાઇ જયંતીભાઇ બારૈયા (ઉ.વ. ૩૦) નામના યુવકના મિત્ર પિન્ટુભાઇ સાથે ગોવિંદભાઇ ડુંગરીયા ઝઘડો કરી રહ્યા હતા. આ દરમિયાન ભાવેશભાઇ વચ્ચે પડી સમજાવટ કરી રહ્યા હતા, જે ગોવિંદભાઇને ગમ્યું નહોતું.આ બાબતની અદાવત રાખી ગોવિંદભાઇએ લોખંડના પાઇપ વડે ભાવેશભાઇના માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમને ૩૫ ટાંકા આવ્યા છે. આ હુમલામાં રમેશભાઇ અને રોહિત ડુંગરીયાએ પણ ગાળો આપી
આભાર – નિહારીકા રવિયા ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે ત્રણેય શખ્સો વિરુધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.