લાઠીના સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાના પુત્ર દ્રવ્યભાઈ ધોળકિયાના જન્મદિવસની ઉજવણી પરંપરાગત ભપકાને બદલે સેવાકીય અને પર્યાવરણલક્ષી કાર્યો દ્વારા કરવામાં આવી હતી. આ મંગલમય દિવસની શરૂઆત આધ્યાત્મિક વાતાવરણમાં નૂતન મંદિરના નિર્માણ માટે વિધિવત ખાતમુહૂર્ત કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ દ્રવ્યભાઈએ ગૌશાળાની મુલાકાત લઈને ગાયોને ભાવપૂર્વક લાડુનું નૈવેદ્ય અર્પણ કરી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.








































