અમરેલીમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષિણક સંસ્થા શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષિણક સંકુલ દ્વારા આ વર્ષે પણ શિક્ષણ ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવામાં આવી છે. ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષામાં સંકુલની વિદ્યાર્થીનીઓએ અભૂતપૂર્વ સફળતા મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. આ પરિણામની વિગતો જોતા માલૂમ પડે છે કે સંકુલમાં અભ્યાસ કરતી પ૭ જેટલી તેજસ્વી વિદ્યાર્થીનીઓએ સર્વોચ્ચ એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જે તેમની સખત મહેનત અને સંસ્થાના ઉત્કૃષ્ટ માર્ગદર્શનનું પરિણામ છે. આ ઉપરાંત, ૧૧ વિદ્યાર્થીનીઓએ ૯૯ કરતા પણ વધુ પીઆર (પર્સન્ટાઈલ રેન્ક) મેળવીને સમગ્ર રાજ્યમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. આ શાનદાર સિધ્ધિ બદલ શાળા પરિવારમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે. સંકુલના સંચાલકો અને શિક્ષકો દ્વારા તમામ સફળ વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.








































