બગસરા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-૨માંથી ભારતીય જનતા પાર્ટીના ૨૧ વર્ષીય ઉમેદવાર કુ. વિશ્વા યતીનભાઈ નકુમ ભવ્ય વિજય મેળવી સૌથી નાની વયના નગરસેવક બન્યા છે. હાલમાં બી.એસસી. નર્સિંગનો અભ્યાસ કરતા વિશ્વાને સેવાનો વારસો તેમના દાદીમા પાસેથી મળ્યો છે.
વ્યક્તિગત જીવનમાં દાદીમા અને માતાના અવસાન બાદ ઘરની તમામ જવાબદારીઓ સંભાળીને એક મજબૂત યુવતી તરીકે ઉભરી આવેલા કું.વિશ્વાને તેમના પિતાનો સંપૂર્ણ ટેકો મળ્યો છે.
પોતાની જીત બદલ પિતાના માર્ગદર્શન અને જનતાના આશીર્વાદને શ્રેય આપતા તેમણે અભ્યાસ અને ઘરની જવાબદારીની સાથે નગરના પ્રશ્નો ઉકેલવાની મક્કમતા વ્યક્ત કરી છે.










































