અમરેલી જિલ્લામાં ગુમ થયેલ મિલકત શોધી મૂળ માલિકને પરત કરવા માટે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અમલી છે. આ અંતર્ગત અમરેલીના રહેવાસી રાજેશભાઈ નટવરલાલ નાંઢાનો રૂ. ૧૩,૦૦૦/- ની કિંમતનો Redmi ૧૧ Prime મોબાઈલ જેલ રોડ વિસ્તારમાંથી ગુમ થયો હતો.અરજદારની ફરિયાદના આધારે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.
એમ.એમ.ઝાલા અને સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સની મદદથી ટૂંકા ગાળામાં મોબાઈલ શોધી કાઢ્યો હતો. પોલીસે આ ફોન મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્‌યું છે.