અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિવિધ પાર્ટીઓ પ્રચારમાં લાગી છે. જે પ્રચાર વચ્ચે આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જે પહેલા જ કેટલાક દિવસથી કેટલાક કોંગ્રેસી ઉમેદવારોને ઉમેદવારી પરત ખેંચવા દબાણ કરાઈ રહ્યું છે. જે મામલો કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર પણ પહોંચ્યો. ત્યારે વધુ એક કોંગ્રેસી ઉમેદવારને ઉમેદવારી પરત ખેંચવા દબાણ કરાઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. રામોલ-હાથીજણના કોંગ્રેસ ઉમેદવાર બીના મોદીને ઉમેદવારી પરત ખેંચવા દબાણ કરાઈ રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે.
બીના મોદી ના આક્ષેપ છે કે તેઓએ ઉમેદવારી નોંધાવી ત્યારથી જ તેમને આ બાબતે દબાણ કરવામાં આવતું. જ્યાં હાથીજણ – રામોલ થી ભાજપના પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલ સહિત કેટલાક લોકો ફોન અને મેસેજ દ્વારા દબાણ કરતા હોવાના આક્ષેપ કરાયા છે. કોંગ્રેસ ઉમેદવારે વારંવાર ફોન કરનાર મૌલિક પટેલના ફોન નંબર જાહેર કરી આ દાવો કર્યો છે. એટલું જ નહીં પણ સગા-સબંધીઓ અને ઓળખિતાઓ થકી લાલચ આપી ઉમેદવારી પરત લેવા ૨૫ લાખ ઓફર કરાયા હોવાના પણ બીના મોદી એ આક્ષેપ કર્યા. જ્યાં બીના મોદીએ સ્થાનિક સમસ્યાઓને લઈને ભાજપ માંથી ઓબીસી ઉમેદવાર સોનલ રબારી હારી જશે તે ભયથી તેમને દબાણ કરાયું હોવાના આક્ષેપ છે. જાકે બીના મોદીએ દબાણને વશ નહીં થઈ ચૂંટણી લડવાનો પડકાર આપ્યો છે. તો બીના મોદીએ આ બાબતે પાર્ટીમાં ફરિયાદ કરવા સાથે આ બાબતે ચૂંટણી પંચમા રજુઆત કરવા પણ જણાવ્યું.
સ્થાનિક વિસ્તારમાં ખરાબ રસ્તા સહિતની સમસ્યા ને જાતા હારવાના ભયથી ભાજપ દબાણ કરતું હોવાના આક્ષેપ છે જે સમસ્યાને લઈને સ્થાનિકો પાસે મત જાણ્યા તો તો સ્થાનિક લોકોએ પણ વિવિધ સમસ્યા અંગે પોતાની પ્રતિક્રિયા આપી. જ્યાં રામોલ હાથીજણ વોર્ડમાં ન્યુ મણિનગર ખાતે સ્થાનિકોએ ખરાબ રસ્તા. વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સહિત વિવિધ સમસ્યા હોવાના આક્ષેપ કર્યા. સાથે જ કામ કરે તેવા ઉમેદવાર ની પ્રજાએ માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના હોદ્દેદારો કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવતા હોવાના આક્ષેપ કર્યા. જેમાં જાધપુરના રૂહીબેન શાહને ભાજપના હોદ્દેદારોએ ફોર્મ પરત ખેંચવા ફરજ પાડી હોવાના આક્ષેપ તેમજ ચાંદલોડિયાના નેહલ પંચાલ અને પ્રદીપભાઈ પટેલને પણ દબાણ કરાયાના આક્ષેપ કરાયા. જે ધાકધમકી બાદ ઉમેદવારો કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પહોચ્યા. જે ધમકીમાં જાધપુરમાં રુહી શાહને કોંગ્રેસમાંથી લડવું કલંક હોવું એમ કહેવાયું. તો ચાંદલોડિયાના ઉમેદવાર નેહલ પંચાલ બાળકો સાથે કોંગ્રેસ કાર્યાલય પહોચ્યા હતા.
ભાજપ સામાજિક દબાણ અને ૨૦ લાખની ઓફર કરતું હોવાના આક્ષેપ કરાયા. જાકે ઉમેદવારોએ ચૂંટણીમાં પાછી પાની નહીં કરવા નિર્ધાર કર્યો છે. ત્યારે આ ઉમેદવારોને લઈને તેમના વિસ્તારમાં ચૂંટણી દરમિયાન ખરાખરીનો જંગ જાવા મળશે. જ્યાં મતદાન અને પરિણામ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે પ્રજા કોને પસંદ કરે છે.







































