ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ડાકલા વાગી ચુક્યા છે. ભાજપ-કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષો જનતાના વોટ ખેંચવા માટે એડિચોટીનું જાર લગાવી રહ્યા છે. ત્યારે બાદી બાજુ રાજ્યમાં ઓબીસી અનામતની નીતિ અને હાલની ચૂંટણી પ્રક્રિયાને પડકારતી એક જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. આવતીકાલે આ પીઆઇએલ પર સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે.
જાણવા મળી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામતની નીતિ અને હાલની ચૂંટણી પ્રક્રિયાને પડકારતી પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઓબીસી અનામતના અમલીકરણ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ કેસની ગંભીરતાને જાતા સુપ્રીમ કોર્ટની મુખ્ય બેન્ચ (ચીફ કોર્ટ) આવતીકાલે આ મામલે દલીલો સાંભળશે.
દિનેશ બાંભણિયાની આ અરજીમાં મુખ્ય માંગણી એ છે કે જ્યાં સુધી ઓબીસી અનામત અંગેની નીતિમાં રહેલી વિસંગતતાઓ દૂર ન થાય, ત્યાં સુધી ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર રોક લગાવવામાં આવે. અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે અનામતની હાલની વ્યવસ્થા બંધારણીય જાગવાઈઓ અને અગાઉના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સાથે સુસંગત નથી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરકાર દ્વારા ઓબીસી અનામતનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે, જેની સામે કેટલાક સંગઠનો અને આગેવાનોએ વાંધો ઉઠાવ્યો છે. ખાસ કરીને બેઠકોની ફાળવણીમાં વસ્તીના આધારે યોગ્ય પ્રતિનિધિત્વનો મુદ્દો. ‘ટ્રિપલ ટેસ્ટ’ના માપદંડોનું પાલન થયું છે કે નહીં તે અંગેની આશંકા અને ચૂંટણી પહેલા સીમાંકન અને અનામતની બેઠકોની સ્પષ્ટતાનો અભાવ. આ ત્રણેય પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ગુજરાતના રાજકારણ માટે આવતીકાલનો દિવસ એટલે કે ૧૦ એપ્રિલ અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે.









































