લીલીયા મોટા ખાતે સંત શ્રી વેલનાથબાપુની તિથિ ભક્તિમય માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના જૂના કોળીવાડા વિસ્તારથી શોભાયાત્રા પ્રસ્થાન થયેલ જે સમગ્ર શહેરમાં ડી.જે ના તાલે કાઢવામાં આવી હતી. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા અને જય વેલનાથના નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રાનું સમાપન વેલનાથ બાપુની વાડી ખાતે થયેલ. આ તકે યોજાયેલી ધર્મસભામાં સામાજિક ઉત્થાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. સાથે સમાજમાંથી વર્ષો જૂના કુરિવાજો દૂર કરવા અને વ્યસન મુક્ત એક તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ઉપસ્થિત જનમેદનીને ભનુભાઈ ડાભી દ્વારા આહવાન કરવામાં આવેલ. હાલના સમયમાં થતા સાયબર ફ્રોડ અંગે લીલીયા પોલીસ સ્ટેશનના
પી.આઈ. એમ.ડી. સાળુંકે દ્વારા વિશેષ માર્ગદર્શન અપાયું હતું. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, સરપંચ વિજયભાઈ શેખલીયા, વલ્લભભાઈ ઝિંઝુવાડીયા, જીવનભાઈ વોરા, જગદીશભાઈ ઠાકોર, નીતિનભાઈ ત્રિવેદી, ખોડાભાઈ માલવિયા, કેપ્ટન ધામત, ઉદ્યોગપતિ વિનુભાઈ રામાણી, બાબુભાઈ મકવાણા, કાંતિભાઈ સાથલીયા, મનીષભાઈ માંડવીયા, યોગેશભાઈ દવે સહિતના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું આયોજન સમગ્ર ચુવાળીયા કોળી સમાજ તેમજ જય વેલનાથ યુવા ગ્રુપ લીલીયા મોટા દ્વારા કરવામાં આવેલ હતું.









































